ખેડુત આદોંલન:દિલ્હી બોર્ડર પર આજે ખેડૂતોનો હલ્લાબોલ,આ ૧૫ માંગ સાથે કરશે સરકારનો વિરોધ

ખેડૂતોની વિવિધ માગ સાથે ભારતીય ખેડૂત સંગઠન દ્વારા દિલ્હી માર્ચ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં ખેડૂતો આજે દિલ્હી પહોંચવાના છે. ખેડૂતો 15 જેટલી માગ સરકાર પાસે કરી રહ્યા છે. આ ખેડૂતો ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી પદયાત્રા કરી રહ્યા છે. ખેડૂતોની યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

પોલીસે દિલ્હીની બોર્ડરને સીલ કરી છે.  વહીવટી તંત્ર દ્વારા દિલ્હી-મેરઠ હાઈવે અને ફ્લાઈ ઓવર પાસે સીઆરપીએફ અને દિલ્હી પોલીસને તૈનાત કર્યા છે.

ભારતીય ખેડૂત સંગઠનના ઉપાધ્યક્ષ રાધે ઠાકુરે જણાવ્યુ હતુ કે, વિવિધ માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં હલ્લાબોલ કરશે. હાલમાં ખેડૂતોની સ્થિતિ દયનીય અને ખેડૂતો આર્થિક સંકટથી ઘેરાયેલા છે. જેની સામે સરકાર હાથ પર હાથ રાખીને બેઠી છે.

  • દિલ્હીમાં આજે ખેડૂતોનો હલ્લાબોલ
  • દિલ્હી બોર્ડર પર વધારાઈ સુરક્ષા
  • સહારનપુરથી દિલ્હી સુધી ખેડૂતોની પદયાત્રા
  • ૧૫ માંગ સાથે ખેડૂતો દ્વારા સરકારનો વિરોધ

ખેડૂત સંગઠનોની મુખ્ય માંગ

  • ભારતના તમામ ખેડુતોનાં દેવાં સંપૂર્ણ માફ કરવા જોઈએ
  • ખેડુતોને સિંચાઈ માટે મફત વીજળી મળે છે.
  • ખેડુતો અને મજૂરો માટે મફત શિક્ષણ અને આરોગ્ય
  • ખેડૂત અને મજૂરને 60 વર્ષની વય પછી મહિનામાં 5,000 રૂપિયા મહિને પેન્શન મળે.
  • ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં પાકની કિંમતો નક્કી કરવામાં આવે.
  • ખેડુત ખેતી કરતા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે.
  • ખેડૂત તેમજ પરિવારને અકસ્માત વીમા યોજનાનો લાભ મળવો જોઈએ.
  • પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હાઇકોર્ટ અને એઈમ્સની સ્થાપના કરવી જોઈએ.
  • ગોવંશ ગોપાલકને દરરોજ 300 રૂપિયા મળે છે.
  • ખેડુતોને શેરડીના ભાવની ચુકવણી ટૂંક સમયમાં વ્યાજ સાથે થવી જોઈએ.
  • બધી દૂષિત નદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવી જોઈએ.
  • ભારતમાં સ્વામિનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.