દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થઇ રહ્યું છે. દિલ્હીમાં આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. કુલ 70 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન શરૂ થાય તે પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક બીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. મોડેલ ટાઉનના AAP ઉમેદવાર અખિલેશપતિ ત્રિપાઠી પરના કથિત હુમલો બાદ આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.
મોડી રાત્રે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજયસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘મોડેલ ટાઉનના ધારાસભ્ય અખિલેશપતિ ત્રિપાઠી પર BJPના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. ચૂંટણી પંચે આ બાબતનું ધ્યાન લેવું જોઇએ અને ગુંડાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
આમ આદમી પાર્ટીના આક્ષેપોનો જવાબ AAPતા મોડેલ ટાઉનના BJPના ઉમેદવાર કપિલ મિશ્રાએ ટિ્વટ કર્યું હતું કે, નશામાં ધૂત AAPના ઉમેદવાર અખિલેશપતિ ત્રિપાઠીએ દલિત બાળક પર હુમલો કર્યો હતો, જ્યારે લોકો રોકવા આવ્યા ત્યારે તેમની સાથે આવેલા બદમાશોએ પથ્થરમારો કર્યો હતો.મોડલ ટાઉનના AAP ઉમેદવાર સાથે ગુંડાઓ ફરી રહ્યા છે. આ કથિત હુમલા બાદ AAPના ઉમેદવાર અખિલેશપતિ ત્રિપાઠીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેની સારવાર ચાલી રહી છે. જોકે, તે સ્પષ્ટ નથી થયું કે આમઆદમી પાર્ટીએ (AAP) એ પોલીસને આ કથિત હુમલો અંગે ફરિયાદ કરી છે કે નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.