દિલ્હીઃ મોહલ્લા ક્લિનિકના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 900 લોકો ક્વોરન્ટાઇન થશે

દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકના એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 900 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સાઉદી અરેબિયાથી પરત આવેલી શમા નામની મહિલાએ 12 માર્ચના રોજ દિલ્હીના મૌજપુર મોહલ્લા ક્લીનિકમાં સારવાર કરાવી હતી . આ મહિલાને કોરોના થયો હતો જેના સંપર્કમાં ડોક્ટર ગોપાલ જ્ઞા આવતા તેએ પણ સંક્રમિત થયા હતા. દરમિયાન આ ચેપ તેમના થકી તેમની પત્ની અને દિકરી સહિત આઠ લોકો સંક્રમિત થયા છે.

મોહલ્લા ક્લિનિકના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બંધ કરી દેવામાં આવ્યા હતા. બે દિવસ બાદ એટલે આજે ફરીથી ક્લિનિક ખોલી નાખવામાં આવ્યાં છે. આ પહેલા મોજપુર સહિત તમામ મોહલ્લા ક્લિનિકને સેનેટાઇઝ કરવામાં આવ્યાં હતા. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.