દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર બહાર તોડફોડનો મામલો સામે આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયનું કહેવું છે કે ધરણાં પર બેસેલા ભાજપના નેતાઓએ મુખ્યમંત્રીના ઘર પર લાગેલા સીસીટીવી કેમેરા તોડ્યાં છે.
જ્યારે દિલ્હી ભાજપે કહ્યું કે, AAP ગંદી રાજનીતિ પર ઉતરી આવી છે. ધરણાં પર બેસેલા મહિલા કાઉન્સિલરો પર નજર રાખવા માટે નવા CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી હાઉસ બહાર પહેલેથી જ ઘણાં કેમેરા લાગેલા છે. કોઈ પણ મહિલાની પ્રાઈવસી પર હુમલો છે. AAPનો મહિલા વિરોધી ચહેરો ફરી ઉજાગર થઈ ચુક્યો છે.
મેયર જય પ્રકાશે કહ્યું કે, અમે 7 દિવસોથી મુખ્યમંત્રીના ઘરની બહાર છીએ પરંતુ મુખ્યમંત્રી મળવાનું તો દૂર વાત પણ નથી કરવા માંગતા. આજે મહિલા કાઉન્સિલરો સૂઈ રહી હતી ત્યાં મુખ્યમંત્રી ઓફિસના લોકોએ મહિલાની પ્રાઈવસીનું ધ્યાન રાખ્યા વિના સીસીટીવી કેમેરા લગાવવા લાગ્યા જેનો મહિલા કાઉન્સિલરોએ વિરોધ કર્યો.
મેયરે કહ્યું, તમે આવી અરાજકતા ફેલાવો નહી અમે કોઈ કેમેરા તોડ્યા નથી માત્ર મહિલા કાઉન્સિલરો પર જે સીસીટીવી લાગી રહ્યાં હતા તેને લગાવવા નથી દીધાં જ્યારે ભાજપના આ જવાબ પર આમ આદમી પાર્ટીએ પુછ્યું છે કે સીસીટીવી કેમેરાથી ડર કેવો? ભાજપ નેતા સીસીટીવી તોડીને શું કરવા માંગતા હતા?
ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં ઘણાં દિવસોથી મુખ્યમંત્રી નિવાસ સ્થાન બહાર ત્રણ એમસીડી મેયર અને ઘણાં કાઉન્સિલર ધરણાં પર બેસ્યા છે. કેજરીવાલ સરકાર પર દબાવ બનાવવા માટે ત્રણેય મેયર સોમવારથી મુખ્યમંત્રી આવાસ બહાર બનેલા ફુટપાથ પરથી જ મેયરની ઓફિસ ચલાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.