દિલ્હી નિઝામુદ્દીન જનારા ગુજરાતના વઘુ 16ની ઓળખ થઇ,તેમાં 6 પોઝિટિવ,જુઓ ક્યાં ના છે તે યાદી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો સ્વયં જવાબદારી ઉપાડી લે તે અત્યંત અનિવાર્ય છે. રાજ્યમાં લૉકડાઉનના અમલ અંગે મીડિયાને વિગતો આપતા શિવાનંદ ઝાએ કહ્યું કે સોશીયલ મીડીયા ના માધ્યમ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવા અને સામાજિક વૈમનસ્ય ઉભું થાય તેવા સંદેશાઓ વાયરલ ન કરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાંય આવી ઘટનાઓ ધ્યાને આવી છે તે માટે પોલીસ ને કડક કાર્યવાહી કરવા ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે એટલે નાગરિકોએ આવા કૃત્યો ન કરવા જોઈએ.

આ અંગે પોલીસ તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે ગઈકાલે 14 ગુનાઓ નોધીને 46 લોકોની ધરપકડ પણ કરી છે અને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ કરવા અંગે ના 102 ગુનાઓ પણ નોંધાયા છે. શિવાનંદ ઝાએ કહ્યું કે રાજ્યમાં ડ્રોન અને સી.સી.ટીવી દ્વારા દ્વારા સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવાઈ છે

.રાજ્યમાં 179 ડ્રોન દ્વારા રોજબરોજ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ડ્રોનના ફૂટેજના આધારે ગઈકાલે 342 ગુના નોંધાયા છે અને આજ સુધી 388 ગુનાઓ નોંધીને 3601 લોકોની ધરપકડ પણ કરી દેવાઈ છે.સીસીટીવી ફૂટેજના આધારે પણ ગઈ કાલે 24 ગુના નોંધાયા છે.અને આજ દિન સુધીમાં 188 ગુનાઓ નોંધીને 400 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે લૉકડાઉન દરમિયાન સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોને ભોજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેને બિરદાવી ને કહ્યું કે, આવી પ્રવૃત્તિ કરતી વખતે યોગ્ય સોશિયલ ડીસ્ટન્સ જળવાતું ન હોવાના અને વગર મંજૂરીએ વાહનોનો ઉપયોગ થતો હોય એવા કિસ્સાઓ ઘ્યાને આવ્યા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ પૂરતી તકેદારી રાખે તે જરૂરી છે નહિતર તેમની સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પોલીસના નિવૃત્ત કર્મચારીઓને કરાર આધારીત પુનઃ સેવામાં લેવાના સૂચન ઉપર અમલ કરીને રાજ્યમાં કુલ- 533 નિવૃત્ત પી.એસ.આઇ., એ.એસ.આઇ. અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં વિવિધ જિલ્લા અને શહેરોમાંથી નિવૃત્ત થયેલા 396 અને 137 એસઆરપીના જવાનોનો સમાવેશ થાય છે. આ કરાર આધારિત ભરતીમાં 496 અધિકારીઓ- કર્મચારીઓ છેલ્લા એક વર્ષમાં જ્યારે 37 ચાલુ સમયમાં નિવૃત્ત થનાર છે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી આ નિવૃત્ત કર્મચારીઓને તેમના નિવાસના નજીકના સ્થળે ફરજ સોંપવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.