નોટબંધીને 6 વર્ષ પૂર્ણ થઇ ગયા છે, હવે તો કદાચ જૂની નોટ વિશે લોકો ભુલી પણ ગયા હશે, પરંતુ દિલ્હીમાં પોલીસે 62 લાખ રૂપિયાની જૂની નોટ સાથે બેની ધરપકડ કરી છે અને પોલીસે કહ્યુ હતું કે આરોપીઓ પાસેથી બંધ થઇ ગયેલા ચલણની 500 અને 2000 રૂપિયાની નોટોની અનેક ઠપ્પીઓ મળી આવી હતી. પુછપરછમાં પોલીસને જાણવા મળ્યુ હતું કે 62 લાખની જૂની નોટના બદલામાં 14 લાખનું નવુ ચલણ આપવાની ડીલ થઇ હતી.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે જૂની નોટોથી આ લોકો શું કરવા માંગતા હતા અને આટલી બધી નોટ કોણે રાખી હતી અને પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ જૂની નોટો અનેક જગ્યાએથી ભેગી કરી હતી અને તેને અંદાજે 14 લાખ રૂપિયામાં કોઇકને વેચી દેવાના હતા.
તમને યાદ હશે કે 8 નવેમ્બર 2016ના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે ટીવી પર આવીને જાહેરાત કરી હતી કે આજે રાત્રે 12 વાગ્યાથી 500 રૂપિયાની અને 1,000 રૂપિયાની ચલણી નોટને ચલણમાંથી રદ કરી દેવામાં આવશે અને એ પછી દિવસો સુધી લોકોએ લાઇનોમાં ઉભી રહીને પોતાના રૂપિયા બેંકોમાંથી બદલાવી દીધા હતા. પરંતુ આજે 6 વર્ષ પછી પણ જયારે જૂની નોટો પકડાઇ રહી છે અને તેના બદલામાં વર્તમાન ચલણમાં ચૂકવણી થઇ રહી છે તેનો મતલબ એ થાય છે કે હજુ પણ જૂની નોટનો કોઇક રીતે કારભાર થઇ રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.