દિલ્હી પોલીસની સફળતા, ISISનાં 3 આતંકવાદીઓને જીવતા માર્યા

દિલ્હી પોલીસની સ્પેશલ સેલે આઈએસઆઈએસનાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકવાદીઓની ધરપકડ વઝીરાબાદથી કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર મળી આવ્યા છે. અત્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ ત્રણેય આતંકવાદીઓની પુછપરછ કરી રહી છે. ગત વર્ષે નવેમ્બરમાં પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISનાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકવાદીઓની આસામનાં ગોપાલપાડાથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનાં કહ્યા પ્રમાણે આ લોકા રામસેલમાં થનારા લોકલ મેળામાં ટેસ્ટ રન દરમિયાન IED બ્લાસ્ટ કરવાના હતા. ત્યારબાદ તેમના નિશાના પર દિલ્હી હતુ. આતંકવાદીઓ વિશે મળેલી આ ખુફિયા જાણકારીનાં આધાર પર સ્પેશિયલ સેલે ત્રણેયને દબોચ્યા છે. આતંકવાદીઓ પાસે એક કમ્પલીટ IED, 1 કિલો વિસ્ફોટક અને 2 વિશેષ પ્રકારનાં ચાકૂ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં અત્યારે CAA-NRCનો મુદ્દો અને અન્ય વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે તેવામાં પોલીસ અને ખુફિયા એજન્સીઓ સતર્ક છે અને તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં. તો કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ ભારત પર આતંકવાદી હુમલાઓનો ખતરો છે તેવામાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા અનેક સાવધાની અને સુરક્ષાને લઇને સાવચેતી રાખવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.