દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધતા સીએમ કેજરીવાલે લીધો મહત્વનો નિર્ણય, ફટાકડા પર પૂર્ણ પ્રતિબંધ

દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદુષણની સ્થિતિ જોતા ફટાકડા ફોડવા પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી. દિલ્હીના લોકો હવે કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકશે નહી. અહીં ગ્રીન ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લાગી ચુક્યો છે.

ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય

દિલ્હીમાં કોરોનાના કેસ  સતત વધી રહ્યાં છે. છેલ્લા ઘણાં દિવસોથી પાંચ હજારથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. આ સિવાય પ્રદુષણ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. આ બધા મુદ્દે ગુરુવારે CM કેજરીવાલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે, રાજધાનીમાં હવે ફટાકડાં પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે.


કલકત્તા હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

આ પહેલાં ગુરુવારે કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવતા બંગાળમાં કાલીપૂજા, દિવાળી, જગાદ્ધાત્રી પૂજા, કાર્તિક પૂજા અને છઠ્ઠ પૂજા દરમિયાન ફટાકડાં ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ફટાકડાંના ખરીદ-વેચાણ પર પણ રોક રહેશે. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ ફટાકડાં પર પ્રતિબંધ લગાવવામાં આવી ચુક્યો છે.

દિલ્હી હાઈકોર્ટમાં પણ કરવામાં આવી હતી માંગ

આ પહેલાં રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણને જોતા હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી ફટાકડાં પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટીસ ડીએન પટેલ અને જસ્ટીસ પ્રતિક જાલાનની બેચે દિલ્હી સરકાર અને કેન્દ્રીય પ્રદુષણ કંટ્રોલ બોર્ડને કહ્યું કે, આ જનહિત અરજીને માનીને કાયદાની મર્યાદામાં વિચાર કરો. આ સંદર્ભે જે પણ નિયમ, કાનુન અને સરકારની નીતિ છે તેના પર વિચાર કર્યાં બાદ અરજી પર નિર્ણય કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.