દિલ્હી સરકારના રોજગાર બજારને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે .ગુરુવારે અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 8.27 લાખ ઇચ્છુક લોકોએ દિલ્હી સરકારના ‘રોજગાર બજાર’ સાથે પોતાનું નામ નોંધાવ્યું છે, જે એક જોબ પોર્ટલ છે, જ્યાં વિવિધ કંપનીઓ દ્વારા 8.81 લાખ ખાલી જગ્યાઓ મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, “ગુરુવાર સવારે 4 વાગ્યા સુધીમાં 8,27,626 લોકોએ જોબ માટે રજીસ્ટ્રેશન કર્યું છે, જ્યારે તેમાં 8,81,319 નોકરીની ભરતીની જાહેરાત 5,967 કંપનીઓએ કરી છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.