દિલ્હી સરકારની તિજોરીની હાલત ખરાબ, એપ્રીલ મહીનામાં માત્ર 400 કરોડ રાજસ્વ મળ્યું

 

કોરોના વાઈરસના લીધે 25 માર્ચથી લાગૂ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના લીધે દિલ્હી સરકારની તીજોરી પર અસર પડી છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારના ખજાનાની સ્થિતિ આ વખતે ખરાબ છે. દર વર્ષ જ્યાં એપ્રીલમાં 3500થી 4000 કરોડ રૂપિયાનું રાજસ્વ એકત્રિત થતું હતું ત્યારે આ વખતે એપ્રીલ મહીનામાં દિલ્હી સરકારને માત્ર 400 કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે ધીરે-ધીરે અર્થવ્યવસ્થા ખુલી છે અને તેના ખુલવાથી લોકોની ખીસ્સામાં પૈસા આવશે તો થોડા પૈસા લોકો સરકારને પણ આપશે. લોકો સરકારને ટેક્સ આપશે તો સરકાર પણ ચાલશે. તેમણે દિલ્હીના સક્ષ લોકોને આગ્રહ કર્યો કે તેઓ આ વખતે સરકારને વધારે ટેક્સ આપે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.