નાગરિકતા સંશોધન કાયદો(CAA)સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં હેડ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત અને 105 લોકો ઘાયલ થયા હતા. મંગળવારે ફરી મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે. દિલ્હી પોલીસે સોમવારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે તેમના દિલ્હી પહોંચ્યાના થોડા કલાક પહેલા રાજધાનીમાં હિંસા ભડકી ઊઠી હતી. વિશ્વ પટલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની છાપ ખરાબ કરવાના ઈરાદાથી હિંસાની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. જેનો માહોલ ગુરુવાર રાતથી જ બનાવવાનુ શરૂ કરી દીધું હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શાહીનબાગમાં ઘણા દિવસોથી સુપ્રીમ કોર્ટના વાર્તાકાર લોકો સાથે વાત કરી રહ્યા હતા. એવામાં ત્યાં શાંતિપૂર્ણ ઢંગથી દેખાવની ઈમેજ જાળવી રાખવા માટે બીજા સ્થળે હિંસક દેખાવોની પટકથા લખવામાં આવી હતી. સ્પેશ્યલ બ્રાન્ચ સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પની ભારત યાત્રા અંગે પહેલાથી જ શંકા હતી કે સ્થિતિને જાણી જોઈને બગાડવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હિંસક ઘટના પાછળ બહારથી કોઈ સપોર્ટ હોઈ શકે છે. તેમના આ ખોટા ઈરાદાઓને પુરા કરવા માટે ઓછી વયના યુવાનો મોહરા બનાવાયા છે
પોલીસની ટીમ ઉપદ્રવીઓની ઓળખ કરવા માટે 30 વાઈરલ વીડિયો અને ફોટાઓને ખંખેરી રહી છે. આવું કરવાથી ચાર હજારથી વધારે હિંસક લોકો વિશે માહિતી મળશે. દિલ્હી પોલીસની સાઈબર સેલે આ વીડિયો અને તસવીરોને કબ્જામાં લીધી છે. પોલીસ આ માટે બાતમી આપતા તંત્રની મદદ પણ લઈ રહી છે. જેમના વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરશે. CAAના વિરોધ અને સમર્થનમાં ભડકાવેલી હિંસામાં 100થી વધારે લોકોના નામ છે. જેમાં ઘણા નેતાઓના નામ પણ સામેલ હોવાની વાત ચર્ચાઈ છે. પોલીસને શંકા છે કે જે લોકો નકાબમાં જોવા મળી રહ્યા છે, તે આ હિંસક ઘટનાઓનું કાવતરું ઘડનારાઓના મોટા ચહેરા હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.