દિલ્હીનાં સિંહાસન પર ફરી એક વખત કેજરીવાલનું રાજ, એક્ઝિટ પોલમાં પૂર્ણ બહુમત

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે 70 સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક્ઝિટ પોલનાં પરિણામોમાં આમ આદમી પાર્ટી એકવાર ફરીથી બહુમત સાથે દિલ્હીમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. આજે આવેલા એક્ઝિટ પોલનાં પરિણામોમાં આપે બીજેપીને ઘણું પાછળ છોડી દીધું છે. તો કૉંગ્રેસનું ખાતુ પણ ખુલતુ જોવા મળી રહ્યું નથી.

ટાઇમ્સ નાઉનાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 44 સીટો મળતી જોવા મળી રહી છે. બીજેપીને 26 સીટો મળી રહી છે. તો કૉંગ્રેસનું ખાતુ પણ ખુલતુ જોવા મળી રહ્યું નથી. આવામાં આપની સરકાર બનતી જોવા મળી રહી છે. ઇન્ડિયા ન્યૂઝનાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 53-57 સીટો મળતી જોવા મળી રહી છે. બીજેપીને 11-17 સીટો મળતી જોવા મળી રહી છે.

તો કૉંગ્રેસને 0-2 સીટો મળી રહી છે. રિપબ્લિકનાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 48-61 સીટો, બીજેપીને 09-21 સીટો અને કૉંગ્રેસને 00-01 સીટો મળતી જોવા મળી રહી છે. એબીપી ન્યૂઝનાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 49-63 સીટો, બીજેપીને 05-19 સીટો અને કૉંગ્રેસને 00-04 સીટો મળતી જોવા મળી રહી છે.

ઇન્ડિયા ટીવીનાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 44 સીટો, બીજેપીને 26 સીટો મળી રહી છે. તો કૉંગ્રેસનું ખાતુ પણ ખુલતુ જોવા મળી રહ્યું નથી. ટીવી 9નાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 54 સીટો, બીજેપીને 15 સીટો અને કૉંગ્રેસને 1 સીટ મળી રહી છે. ન્યૂઝ એક્સનાં એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 50-56 સીટો, બીજેપીને 10-14 સીટો મળી રહી છે, તો કૉંગ્રેસનું ખાતુ પણ નથી ખુલતુ જોવા મળી રહ્યું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.