દિલ્હીમાં 576 સરકારી બંગલા પર રિટાયર્ડ અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદેસર કબ્જાને લઇ નારાજગી વ્યકત કરતાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ખખડાવ્યું છે. કોર્ટે બે સપ્તાહની અંદર તેમને ખાલી કરવાનો આદેશ આપતા કહ્યું છે કે કબ્જાધારીઓ પાસેથી બાકી વસૂલાશે. કોર્ટે એટલા સુધી કહી દીધું કે જો કોઇ બંગલો ખાલી ના કરે તો બે સપ્તાહમાં તેમનો તમામ સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવે.
ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી.હરિ શંકરે કહ્યું કે સરકાર તેમની પાસેથી બાકી પૈસા વસૂલે અને અત્યાર સુધીની રિકવરી શરૂ નહીં કરવાને લઇ કોર્ટે ખખડાવ્યા. તેમાંથી કેટલાંય લોકોએ બે-એક દાયકાથી પણ વધુ સમયથી કબ્જો જમાવી રાખ્યો છે અને તેના પર 95 લાખ રૂપિયાથી વધુ બાકી છે.
‘અત્યાર સુધી નોટિસ કેમ નહીં?’
કોર્ટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયને કહ્યું કે જો કોઇ સરકારી આવાસમાં વધુ સમય સુધી રહે તો તમને તેમને હટાવા માટે 5 વર્ષના પ્લાનની જરૂર તો નથી? અંદાજે 600 બંગલા ખાલી કરવામાં આવ્યા નથી. તમે તેમની પાસેથી ઘર ખાલી કેમ ના કરાવ્યું? તેમને રિકવરી માટે અત્યાર સુધી કોઇ નોટિસ કેમ આપી નહીં?
‘2 સપ્તાહમાં ખાલી ના કરે તો બહાર ફેંકી દો સામાન’
કોર્ટે ટેક્સપેયર્સના પૈસાની બરબાદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો કોઇ સ્ટે નથી (કોઇ અન્ય કોર્ટમાંથી ખાલી કરાવાને લઇ) , તેઓ પોતે ઘર ખાલી કરતા નથી તો બે સપ્તાહમાં તેમનો બધો જ સામાન રસ્તા પર મૂકી દો. કોર્ટે કહ્યું કે ટેક્સપેયર્સના પૈસાથી તમે તેમને વર્ષોથી મફ્ત ઘર, વીજળી અને પાણી આપી રહ્યા છે. કેટલાંક કિસ્સામાં ફાળવણી કરાયેલ લોકોનું મૃત્યુ થઇ ચૂકયું છે અને તેમના વારસદાર આ ઘરોમાં રહી રહ્યા છે. કોર્ટે તેને મંત્રાલયની અક્ષમતા ગણાવી. કોર્ટે એટલે સુધી કહ્યું કે તમારા અધિકારીઓનો તમારા સુસ્ત વલણ મિલીભગતની તરફ ઇશારો કરે છે અને આટલા લાંબા સમય સુધી મિલીભગત આઇપીસીની અંતર્ગત ષડયંત્ર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.