દિલ્હીની તમામ હોસ્પિટલોના એન્ટ્રી ગેટ પર LED દ્વારા બેડની ઉપલબ્ધતાની જાણકારી આપવાનો એલજીનો આદેશ

દિલ્હીમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હોસ્પિટલોમાં સારવાર માટે બેડની અછતના સમાચાર સામે આવ્યા બાદ હવે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે તે આદેશ આપ્યો છે કે દિલ્હીની તમામ હોસ્પિટલો પોતાના એન્ટ્રી ગેટ પર LED લગાવીને બેડની જાણકારી પ્રસારિત કરે.

દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને કહ્યું કે, બેડની ઉપલબ્ધતા અને શુલ્ક વિશે જાણકારી માટે તમામ મુખ્ય સ્વાસ્થ્ય સંસ્થાનોમાં એલઈડી બોર્ડની સ્થાપના સુનિશ્ચિક કરવામાં આવે.

દિલ્હીના ઉપરાજ્યપાલે DDMA પ્રમુખ તરીકે આદેશ જાહેર કર્યો કે દરેક હોસ્પિટલો પોતાના એન્ટ્રી ગેટ પર મોટી LEDમાં તે સુચના જાહેર કરશે કે તેમને ત્યાં કેટલાં બેડ છે અને કેટલી ફી છે. આ સાથે જ દિલ્હી સરકારેને નિર્દેશ આપ્યો કે તેઓ તે વાતનું ધ્યાન રાખે કે હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી સુચના અને દિલ્હી સરકારનો ડેટા બરોબર છે કે નહી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.