બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીની પોલીસે હૈદરાબાદ પોલીસનું જોઇને પ્રેરણા લેવી જોઇએ.
અગાઉ ભાજપના ઉમા ભારતી પણ આવું બોલી ચૂક્યાં હતાં. હૈદરાબાદમાં એક વેટર્નરી ડૉક્ટર પર ગેંગ રેપ કરીને એની હત્યા કરનારા ચાર આરોપીને હૈદરાબાદ પોલીસે ગુરૂવારે રાત્રે નેશનલ હાઇવે 44 પર ઠાર કર્યા હતા.
માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે ત્યારે યોગી આદિત્યનાથની સરકાર ઊંઘી રહી છે.
માયાવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ સાથે સરકારી મહેમાન જેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છએ. ઉત્તર પ્રદેશની અને દિલ્હીની પોલીસે હૈદરાબાદ પોલીસ પરથી પ્રેરણા લેવી જોઇએ કે ઘૃણાસ્પદ અપરાધો કરનારા સાથે શું કરવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.