દિલ્હી વિધાનસભા ચૂંટણીમાંસતત બીજી વખત ‘જીરો’ મેળવનાર કોંગ્રેસમાં અંદરો-અંદર ઘમાસણ મચી ગયું છે. પાર્ટીના 63 ઉમેદવારોની આ ચૂંટીઓમાં જમાનત જપ્ત તઇ ગઇ. આમ કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસણ મચી ગયું છે. પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી.ચિદમ્બરમે અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા તો દિલ્હી મહિલા કોંગ્રેસ ચીફ શર્મિષ્ઠા મુખર્જીએ તેમના હૈયે લાગે તેવા પ્રશ્નો પૂછયા છે. બીજીબાજુ દિલ્હી ચૂંટણી પ્રભારી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પીસી ચાકોએ કહ્યું કે આપના ઉદય બાદ કોંગ્રેસ કયારેય પોતાની વોટ બેન્ક પાછી લાવી શકયું નથી.
દિલ્હી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ આમ આદમી પાર્ટીની જીત પર કોંગ્રેસની ખુશી પર કટાક્ષ કર્યો છે. પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમના ટ્વીટને રી-ટ્વીટ કરતાં શર્મિષ્ઠાએ પૂછયું કે શું કોંગ્રેસે પોતાની દુકાન બંધ કરી દેવી જોઇએ?
આપની જીત પર ગર્વ કેમ?
આમ આદમી પાર્ટીને જીતના ચિદમ્બરમ તરફથી અભિનંદન પાઠવવાળા ટ્વીટને પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી રી-ટ્વીટ કરતાં શર્મિષ્ઠાએ કહ્યું કે, ‘સર, ઉચિત સમ્માનની સાથે બસ એટલું જ જાણવા માંગીશ કે શું કોંગ્રેસ પાર્ટી રાજ્યોમાં ભાજપને હરાવા માટે ક્ષેત્રીય દળોને આઉટસોર્સ કરી રહી છે? જો નથી તો પછી આપણે આપણી હાર પર મંથન કરવાની જગ્યાએ AAPની જીત પર ગર્વ કેમ કરી રહ્યા છીએ? અને જો આમ છે તો આપણે (પ્રદેશ કોંગ્રેસ કમિટી) સંભવત: પોતાની દુકાન બંધ કરી દેવી જોઇએ’.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.