દિલ્હી વિધાનસભામાં જીત માટે 12 અનામત બેઠકો પર ભાજપની નજર

દિલ્હીમાં બે દાયકા કરતાં લાંબા સમયગાળાથી સત્તાવંચિત રહેલો ભાજપ એ સ્થાને પહોંચવા માટે વર્તમાન શાસક આપને હટાવવા માટેના કપરા કામને સિધ્ધ કરવા દિલ્હી વિધાનસભાની 12 અનામત બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

આગામી વર્ષના આરંભે યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદારોને આકર્ષવા દિલ્હી ભાજપના અનુસૂચિત જાતિ મોરચાએ વ્યક્તિગત અનુસૂચિત જાતિના મતદારો સાથે નવેમ્બર મહિનાથી સામાજિક સંમેલનો યોજવાનું શરૂ કર્યું છે.

અત્યાર સુધી વાલ્મિકી, જાટવ, ખાટિક, ધાનુક, માલ્લાહ વગેરે સહિતની 13 અનુસૂચિત જાતિઓ સાથે બેઠકો યોજાઇ ચૂકી છે. આગામી દિવસોમાં થોડીક વધુ બેઠકોનું આયોજન છે, એમ દિલ્હી ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મોહનલાલ ગિહારાએ જણાવ્યું.

છેક 1998 થી દિલ્હીમાં સત્તા ગુમાવી ચૂકેલા ભાજપે, જયાં અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારો નિર્ણાયક બને છે એવી વિધાનસભાની લગભગ 20 બેઠકો પર દયનીય પણે ખરાબ દેખાવ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.