દિલ્હી કેપિટલ્સની ટીમ માટે શિખર ધવને શાનદાર ઇનિંગ્સ રમતા માત્ર 49 બોલમાં 92 રન બનાવ્યા હતા અને ટીમને વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2021ની 11 મી મેચમાં રિષભ પંતની ટીમે 6 વિકેટથી વિજય મેળવ્યો છે.
A return to winning ways for @DelhiCapitals! ??
Second win for @RishabhPant17 & Co. as they beat Punjab Kings by 6⃣ wickets at the Wankhede Stadium. ?? #VIVOIPL #DCvPBKS
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંતનો નિર્ણય દિલ્હી માટે ફાયદાકારક સાબિત થયો
શિખર ધવને શાનદાર બેટિંગ કરતા માત્ર 49 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
પંજાબ તરફથી કેએલ રાહુલે 61 અને મયંક અગ્રવાલે 69 ઇનિંગ્સ રમી હતી. આ બંને વચ્ચે 122 રનની ભાગીદારી થઈ હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.