દિલ્હી હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહે 26 ફેબ્રુઆરીનાં પોતાનો ત્રિવેંદ્રમ પ્રવાસ રદ્દ કર્યો

હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહે 26 ફેબ્રુઆરીનાં પોતાનો ત્રિવેંદ્રમ પ્રવાસ રદ્દ કરી દીધો છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જાફરાદબાદમાં જે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતીસ તેને હટાવી દેવામાં આવી છે અને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. દિલ્હીનાં ઉપરાજ્યપાલ મનીષ સિસોદિયાએ કહ્યું કે, હિંસા પ્રભાવિત નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં બુધવારનાં પણ સ્કૂલો બંધ રહેશે. CBSEને પણ બૉર્ડ પરીક્ષા સ્થગિત કરવાનો અનુરોધ કર્યો છે.

નાગરિકતા સંશોધન કાયદાને લઇને શરૂ થયેલી બબાલ થંભવાનું નામ નથી લઈ રહી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી છે કે 4 જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તો નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં પોલીસે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનાં નામ પર થઈ રહેલી હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. સોમવારથી અત્યાર સુધી તોડફોડ અને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.

નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 10 લોકોનાં જીવ ગયા છે. જેમાં શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલનું નામ પણ સામેલ છે, જ્યારે 2 આઈપીએસ ઑફિસરો સહિત 56 પોલીસ કર્મચારીઓ ઘવાયા છે. હિંસાની ઘટનાઓમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે. નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારનાં ઉપદ્રવીઓએ અનેક મોટરસાઇકલોને આગ લગાવી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.