દિલ્હીમાં આજથી 12 દિવસ માટે ઓડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ, નિયમ તોડનારને રૂ. 4,000નો દંડ

નવી દિલ્હી: રાજ્યમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ કરી છે. આ નિયમ રોજ સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. રવિવારે ઓડ-ઈવનમાં છૂટ આપવામાં આવશે. નિયમો તોડનારને રૂ. 4,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલાં દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન લાગુ કર્યું હતું.

ઓડ-ઈવન ફોર્મ્યૂલામાં આ લોકોને છૂટ આપાવમાં આવશે

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યના રાજ્યપાલ, લોકસભા સ્પીકર, કેન્દ્રીય મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, ચૂંટણી પંચ અને સીએજીની ગાડી, સેના સાથે જોડાયેલા વાહનો, ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, દર્દીઓને લઈને જતા વાહનો, મહિલાઓ, દિવ્યાંગ અને 12થી ઓછી ઉંમરના બાળકો અને સ્કૂલ વાનને છૂટ આપવામાં આવશે. ટૂ-વ્હીલર ઓડ-ઈવનના નિયમમાંથી બહાર છે.

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીયોને ઓડ ઈવનની છૂટ મળશે નહીં. દિલ્હીમાં અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો અને સીએનજીથી ચાલતા દરેક વાહનો પર આ નિયમ લાગુ થશે. ગઈ વખતે ઓડ ઈવનની ફોર્મ્યૂલા લાગુ કરવા અને સફળ બનાવવા માટે 200 ટીમ તહેનાત કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.