દિલ્હીમાં AIIMSના બે એકાઉન્ટમાંથી રૂપિયા 12 કરોડની તફડંચી

એઈમ્સને 12 કરોડ રૂપિયાનો ચુનો લગાડીને નકલી ચેક વટાવી લેનારા આરોપીને ઝડપી લેવાની કવાયત પોલીસે શરૂ કરી છે. બે અલગ અલગ એકાઉન્ટના બે જુદા જુદા નકલી ચેકની મદદથી એક જ મહિનામાં આરોપીએ 12 કરોડ રૂપિયા જુદી-જુદી બ્રાન્ચમાંથી ઉપાડી લીધા હતા.

એસબીઆઈમાં એકાઉન્ટ હોવાથી તમામ બ્રાન્ચોને એલર્ટ જારી કરવામાં આવ્યો છે. એઈમ્સના ચેક ક્લિયર કરતા પહેલાં હોમ બ્રાન્ચનો સંપર્ક કરવાની તાકીદ થઈ છે. નકલી ચેકની મદદથી એઈમ્સ સાથે 12 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ છે.

એઈમ્સના ડીરેક્ટર પાસે જે એકાઉન્ટ છે એમાંથી સાત કરોડ રૂપિયાની રકમ ભરીને નકલી ચેકથી રૂપિયા વટાવી લેવાયા હતા. ડીન જે એકાઉન્ટ ઓપરેટ કરે છે, તેમાંથી પાંચ કરોડ રૂપિયા નકલી ચેકની મદદથી વટાવી લેવામાં આવ્યાં હતા.

એક ચેક મુંબઈની બ્રાન્ચમાં વટાવાયો હતો અને અલ્ટ્રા કિરણોમાંથી પસાર થવા છતાં નકલી છે એવી જાણ થઈ ન હતી. નકલી ચેકની એટલી હદે નકલ કરવામાં આવી હતી કે તેના સીરિયલ નંબર પણ એઈમ્સ પાસે જે ચેકબુક છે એમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.