મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે સોમવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને મળવા દિલ્હી પહોંચશે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ફડણવીસ રાજ્યમાં વરસાદના કારણે ખેડૂતોના પાકના થયેલા નુકસાન વિશે કેન્દ્રની મદદ માંગશે. જોકે, CNN News18ના હવાલાથી એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે બંને નેતાઓની વચ્ચે થનારી આ બેઠકમાં સરકાર રચવા વિશે પણ રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. બીજી તરફ, સોમવારે જ સોનિયા ગાંધી અને શરદ પવાર પણ દિલ્હીમાં મુલાકાત કરશે.
બીજી તરફ, રવિવારે નવી દિલ્હીમાં એનસીપી નેતા શરદ પવારની કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા શિવસેના એનસપીના સંપર્ક સાધતી લાગી રહી છે. શિવસેના દ્વારા ગઠબંધન સહયોગી બીજેપી ઉપરાંત અન્ય વિકલ્પ શોધવાની અટકળોને રવિારે તે સમયે વેગ મળ્યું જ્યારે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે પત્રકારોને શિવસેના સાંસદ સંજય રાઉતનો ફોન પર આવેલો સંદેશ બતાવ્યો, જેમાં રાઉત તરફથી ઔપચારિક પરિચય અને અભિવાદન કર્યુ હતું.
નોંધનીય છે કે, ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ પણ રાજ્યમાં સરકાર રચવાને લઈ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી. એક તરફ બીજેપી-શિવસેનાની વચ્ચે કંઈક નક્કી નથી થઈ રહ્યું. પહેલા અહેવાલ આવ્યા કે શિવસેના 50-50 ફૉમ્યૂલા ઈચ્છતી હતી, જેની પર બીજેપી ક્યારેય તૈયાર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.