દિલ્હીમાં 24 કલાકમાં, કોરોનાના 400થી વધારે,સામે આવ્યા નવા કેસ

ગત મહિનામાં આજે કોરોનાના સૌથી વધારે નવા કેસ મળ્યા છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 14, 317 દર્દી મળ્યા. જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધારે છે. આની સાથે રાજ્યમાં 57 સંક્રમિતોએ દમ તોડ્યા બાદ મરનારની સંખ્યા 52, 667 પહોંચી ગયા છે.

પૂણેમાં 21276 કોરોનાના એક્ટિવ કેસ છે. નાગપુરમાં 13800, થાણેમા 10825, મુંબઈમાં 10563 કોરોનાના એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે દિલ્હીમાં 409 કોરોનાના કેસ મળ્યા. જે પહેલા 8 જાન્યુઆરીએ 444 કેસ આવ્યા હતા. દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 2020 પર પહોંચી ગઈ છે. 22 જાન્યુઆરીએ આ સંખ્યા 2060 હતી.

ફક્ત માર્ચ મહિનામાં રિકવરી દર 0.09 ટકા ઘટાડા સાથે નોંધાયો છે.  ત્યારે એક્ટિવ કોરોના દર્દીનો દર 0.31 ટકા થઈ ગયો છે. જ્યારે કોરોના સંક્રમણનો દર 0 .59 ટકા થઈ ગયો છે. સાથે રિકવરી દર 98 ટકાથી નીચે આવી ગયો છે. દિલ્હીમાં રિકવરી દર 97.98 ટકા છે.  જે 23 જાન્યુઆરી બાદ સૌથી ઓછી છે. 23 જાન્યુઆરીએ રિકવરી દર 97.99 ટકા પર હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમં 8 માર્ચે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1730થી, 9 માર્ચે 1812થી, 10 માર્ચે 1900 અને 11 માર્ચએ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 2020 થઈ ગઈ છે. આંકડાનું આકલન કરતા દિલ્હીમાં ફક્ત 4 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 290 કોરોના દર્દીના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.