રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના કારણે દિલ્હીસરકાર નાઈટ કર્ફ્યૂ લગાવવાનો વિચાર કરી રહી છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે.
એક અધિકારીએ કહ્યું કે રાતના સમયે કર્ફ્યૂ લગાવવાની સરકારની યોજના છે અને તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ કર્ફ્યૂના સમય પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે અને રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી આ કર્ફ્યૂ હોઈ શકે છે.
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સરકારી વેક્સીનેશન કેન્દ્રો પર એક તૃતિયાંશ કેન્દ્રો પર રાતે 9થી સવારના 9 વાગ્યા સુધી વેક્સીન લગાવાશે.
દિલ્હીના મુખ્યમંત્રી અપરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરી છે. તેમાં લખ્યું છે કે દિલ્હીમાં તમે કોઈ પણ સમયે કોરોના વેક્સીન લગાવી શકો છો. લોકો આવશે અને વેક્સીન લગાવાશે. દિલ્હીમાં અમે સુવિધાઓની કોઈ ખામી રાખીશું નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.