દિલ્હીના પ્રદુષણને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ડિજિટલ પત્રકાર પરિષદના માધ્યમથી જણાવ્યું કે દિલ્હીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી નોટિફાઈ કરી દેવામાં આવી છે. કેજરીવાલનું કહેવું છે કે આવનારા સમયમાં આજથી પાંચ વર્ષ બાદ પૂરી દુનિયામાં ઈલેક્ટ્રિકલ વ્હીકલની ચર્ચા કરવામાં આવશે તો દિલ્હીનું નામ સૌથી ઉપર હશે. તેમનું કહેવું છે કે આ પોલિસી સમગ્ર દેશની સૌથી પ્રોગેસિવ પોલિસી છે તેમણે એક ખૂબ જ સારી પોલિસી તૈયાર કરી છે.
Launching Electric Vehicle Policy, which aims to reduce pollution levels and generate employment in the city Press conference | LIVE https://t.co/2pnr1wbMhj
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 7, 2020
ગ્રાહકોને મળશે આર્થિક મદદ
કેજરીવાલની આ નવી ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અંતર્ગત દિલ્હી સરકાર ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને આર્થિક મદદ કરશે. તેમનું કહેવું છે કે ટુ-વ્હીલર વાહન ચાલકોને 30,000, ઇલેક્ટ્રિક કાર માટે 1.5 લાખ, ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા અને ઇ-રિક્ષા માટે 30,000 અને માલવાહક ઇલેક્ટ્રિક વાહનો માટે 30,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.