26મી જાન્યુઆરીના રોજ ખેડૂતો, દિલ્હીમાં કરશે ટ્રેકટર પરેડ : ખેડૂતોનું એલાન

દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે પણ આ પરેડના રૂટને લઈને વિવાદ ઊભો થયો છે.

દિલ્હીમાં બે મહિનાથી ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે 26 જાન્યુઆરીના રોજ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ખેડૂતોએ 100 કિમી સુધી પરેડ કરવાનું કર્યું એલાન 

ખેડૂત સંગઠનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીમાં ખેડૂતોની પરેડને પોલીસની મંજૂરી મળી ગઈ છે અને તેને કિસાન ગણતંત્ર પરેડ નામ આપામાં આવ્યું છે. સંગઠનોએ કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતો ટ્રેક્ટર પર સવાર થઈને પાંચ જુદા જુદા રસ્તાથી દિલ્હીમાં દાખલ થશે અને 100 કિમી સુધી પરેડ કરવામાં આવશે. જોકે સામે પોલીસ કહી રહી છે કે હજુ તો વાતચીત ચાલુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.