દેશવ્યાપી ચક્કા જામની જાહેરાત વચ્ચે રાજધાની દિલ્હીમાં ખેડૂતોએ 12 થી 3 વાગ્યાનો ચક્કા જામ શરૂ કરી દીધો છે. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન જે પ્રકારની હિંસા ઘટી હતી તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ ખેડૂતોના કોઈ પણ પ્રકારના દાવા પર વિશ્વાસ ના રાખી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.
દિલ્હી ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. બેરિકેડિંગ પર સૂચના લખી દેવાઈ છે જેના પર ખેડૂતોને એન્ટ્રી કરવાની મનાઈ છે એવું સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું છે. પોલિસે બોર્ડર પર અહીંથી આગળ ન વધવાના ફરમાન સાથે બેરિકેડિંગ પર પોલિસ ફોર્સ વધારી દીધી છે.
સવારે કરેલા ટ્વિટમાં ડીએમઆરસીએ આઈટીઓ અને મંડીહાઉસ અને દિલ્હી ગેટની એન્ટ્રી એક્ઝીટ બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી
દિલ્હી પોલિસ, પેરા મિલિટ્રી ફોર્સ અને રિઝર્વ પોલિસ દળના લગભગ 50 હજાર જવાનો આ સ્થિતિને સંભાળવા તૈયાર કરાયા છે. દિલ્હીના લગભગ 120 મેટ્રો સ્ટેશનને એલર્ટ પર રખાયા છે. કોઈ પણ ગરબડી થઈ તો એન્ટ્રી એક્ઝીટ ગેટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. સિંધુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર કેટલાય લેવલની હાઈ સુરક્ષા વધારી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.