રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈના હાલ બેહાલ છે ત્યારે રવિવારે રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં રવિવારે 40, 414 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે ત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 27,13,875 થઈ ગઈ છે. રાજ્યમાં એક દિવસમાં 108 લોકોના મોત બાદ મોતનો કુલ આંક 54,181 પર પહોંચ્યો છે.
રવિવારે દિલ્હીમાં 1800 કેસ સામે આવ્યા છે જે છેલ્લા સાડા ત્રણ મહિનાના સૌથી વધારે કેસ છે. આ સાથે જ એક દિવસમાં 9 દર્દીઓના મોત પણ થયા છે. આજે હોળી-ધૂળેટીના તહેવાર પર પણ દિલ્હી અને મહારાષ્ટ્ર બંને જગ્યાઑ પર પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.
ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન જેવા પ્રતિબંધોનો રોડ મેપ તૈયાર કરી દેવાના આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.