દિલ્હીમાં રસીકરણના મુદ્દે આપ્યું મોટું નિવેદન,બધી જ રાજ્ય સરકારો પણ ચૂંટાયેલી છે : કેજરીવાલ

એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે નિયમોને ઘણું ટાઈટ કરી  રાખ્યા છે, આટલું બધુ નિયંત્રણ શેના માટે છે? માત્ર વેક્સિનનું પ્રોડક્શન લિમિટેડ છે? તો તેના પર કેન્દ્ર પોતાનું નિયંત્રણ રાખે, બાકી બધુ રાજ્યો પર છોડી દેવું જોઈએ

દિલ્હીની સ્થિતિ પર બોલતા સીએમ કેજરીવાલે કહ્યું હતું કે બધી જ રાજ્ય સરકારો પણ ચૂંટાઈને આવી છે, અને તેમની પાસે પણ પોતાના એક્સપર્ટ છે, ડોક્ટર્સ છે. સિનિયર અધિકારીઓ છે, ચૂંટાયેલા નેતાઓ છે અને બધી જ રાજ્ય સરકારો જવાબદાર સરકાર છે.

કેજરીવાલે કહ્યું હતું કે રાજ્ય સરકારો બધી ચૂંટાયેલી સરકારો છે, તેમની પાસ તંત્ર છે, નેતાઓ છે, અધિકારી અને ડોક્ટર્સ છે, તે પોતપોતાની રીતે હેલ્થ કેર સેન્ટર્સ ખોલશે.

આ સિવાય તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીના લોકોના જીવની રક્ષા માટે અમે ગોઠણ ટેકવી દઇશું, હાથ જોડવા પડે તો તે પણ કરીશું, ક્યાંકથી ભીખ માંગીને રસી લાવવાની હશે, તો તે પણ કરીશું. હું પોતે પણ ભીખ માંગીને દિલ્હીની જનતા માટે વેક્સિન લઈ આવીશ.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.