દિલ્હીમાં રિકવરી રેટ 98 ટકાથી વધુ,છેલ્લા 24 કલાકમાં 321 નવા કેસ

દેશની રાજધાની દિલ્હીમાં લગભગ 2 મહિના બાદ કોરોના સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણવધવાની સાથે હોસ્પિટલમાં એડમિટ થનારા દર્દીની સંખ્યા પણ વધી રહી છે. દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 300થી વધારે કેસઆવ્યા છે

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાના અનુસાર 6 માર્ચે દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ 0.60 ટકા નોંઘાયું છે જે લગભગ 2 મહિના બાદ સૌથી વધારે છે. 6 માર્ચ પહેલા 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 0.65 ટકા સંક્રમણ થયું છે. દિલ્હીમાં એક્ટીવ કોરોના કેસની સંખ્યા વધીને 1779 થઈ છે જ્યારે આઈસોલેશનમાં રહેનારા દર્દીનો આંક 879 થયો છએ.

પહેલા 14 જાન્યુઆરીએ 340 કેસ આવ્યા હતા. હાલમાં દિલ્હીમાં રિકવરી રેટ 98 ટકાનો જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયામાં રિકવરી રેટમાં 0.9 ટકાનો ઘટાડો પણ નોંધાયો છે.

દિલ્હીમાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 6,40,815  કેસનોંધાયા છે અને કુલ 6,28,117 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. આ સિવાય કુલ મૃત્યુઆંક 10919 થયો છે

.

45 વર્ષથી નાની ઉંમરમાં 80 ટકા લોકો લક્ષણ વિનાના કોરોના ધરાવે છે. આ લોકો અન્ય લોકોને સંક્રમણ ફેલાવે છે તો આ દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી છે.

એપ્રિલ બાદ કોરોના વધતો જોવા મળ્યો છે. જો સ્થિતિ આવી જ રહેશે તો મે મહિનામાં કોરોના પીક પર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.