દિલ્હીમાં કોરોનાનો કહેર,દિલ્હીમાં વધી શકે છે લોકડાઉન

દિલ્હીમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડામાં કોઇ ફેરફાર આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી 3 વખત લોકડાઉનને વધારાયું છે અને હવે સરકાર ચોથી વખત લોકડાઉનવધારવાની તૈયારીમાં છે.

ઓનલાઈન મંચ લોકલસર્કલમાં સર્વેક્ષણના આધારે ખ્યાલ આવ્યો કે 85 ટકા લોકો દિલ્હીમાં વધુ એક અઠવાડિયાના લોકડાઉનના સમર્થનમાં છે. તો 70 ટકા લોકો ઈચ્છે છે કે પાબંધી વધારી દેવામાં આવે. 47 ટકા ઈચ્છે છે તે 3 અઠવાડિયા સુધી લોકડાઉન રહે. દિલ્હીના 11 જિલ્લાના સર્વેમાં આ પરિણામ આવ્યા છે. 66 ટકા પુરુષો અને 34 ટકા મહિલાઓને લઈને આ સર્વે કરાયો છે. સર્વેમાં 6-8 મેની વચ્ચેના પરિણામ લેવાયા છે.

સીટીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે 480 સંગઠનમાંથી લગભગ 315એ કહ્યું કે દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન વધારી દેવામાં આવે. 60 સંગઠનોએ 2 અઠવાડિયાના લોકડાઉનને વધારવાનું કહ્યું છે તો 100 સંગઠનોએ લોકડાઉન હટાવવા કહ્યું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.