દિલ્હીમાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. એક દિવસમાં અહીં કોરોનાના 17000થી વદારે કેસ આવ્યા છે અને સાથે જ 24 કલાકમાં 104 દર્દીના મોત થયા છે.
દિલ્હી અને અન્ય જગ્યાઓએ સંક્રમણ ફેલાવવાનું આ એક મોટું કારણ છે. ડોક્ટરનું કહેવું છે કે ગઈ વખતે સંક્રમિતની સાથે સતત 10 મિનિટ સુધી સંપર્કમાં રહેવાથી ખતરો હતો હવે આ સમય ઘટીને ફક્ત 1 મિનિટનો રહ્યો છે
એક મિનિટમાં તે અન્ય વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. પહેલા આવું થયું ન હતું. સંક્રમિત થવાનો સમય પહેલા 10 મિનિટનો રહેતો હતો. હવે તે 1 મિનિટનો જોવા મળી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં 30-40 વર્ષના યુવા સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે
કેટલા પણ આઈસોલેટ થાઓ પણ સાથે રહેનારાનું બચવું મુશ્કેલ બની રહ્યું છે. આ માટે ડોક્ટર કહે છે કે પહેલા દર્દીને શ્વાસની તકલીફ વધારે જોવા મળતી હતી પણ હવે સ્કીન પર લાલ રેશિઝ જોવા મળે છે અને સાથે ઉલ્ટી અને ડાયરિયાની તકલીફ પણ જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.