દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરોનો ખુલાસો,બે દર્દીઓમાં પ્રથમ વખત નાના આંતરડામાં બ્લેક ફંગસ

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ બે એવા દર્દીઓ વિશે ખુલાસો કર્યો છે. જેમના નાના આંતરડામાં મ્યુકર્માઈકોસિસ એટલે બ્લેક ફંગસની બીમારી છે. આરોગ્ય વિભાગ મુજબ સૌથી ઓછી જોવા મળતી બ્લેક ફંગસના કારણે 219 લોકોના જીવ દેશભરમાં ગયા છે.

56 વર્ષના એક દર્દીએ કોરોનાના કારણએ પરિવારના ત્રણ સદસ્યોને ગુમાવ્યા હતા. તે અને તેમના પત્ની પણ પોઝિટીવ થયા હતા. જે બાદ તેમને પેટના ભાગે દર્દનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ તેમણે શરૂઆતમાં જાતે એસિડીટીની દવાઓ લઈને ઈલાજ કરવાની કોશિશ કરી હતી. જે બાદ સારવારમાં મોડું થયું હતું. પણ જ્યારે CT સ્કેન કરવામાં આવ્યું તો, તબીબોને નાના આંતરડામાં બ્લેક ફંગસની જાણ થઈ હતી. તબીબોએ રાહ જોયા વગર ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો.

બીજા એક 68 વર્ષના દર્દીને પણ પેટના ભાગે હળવો દર્દ થઈ રહ્યો હતો. બીજા દર્દીને શુગરની પણ બીમારી હતી. અને તેમને સારવાર દરમિયાન સ્ટિરોયડ પણ આપવામાં આવ્યા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.