દિલ્હી સરકારનો દાવો, દિલ્હીમાં કોવિડ-19 સંક્રમણનો બીજો તબક્કો તેની ચરમ સીમા પર

રાજધાની દિલ્હીમાં સતત કોરોના સંક્રમણનાં કેસમાં આવેલા ઉછાળાંએ જ્યાં દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે તો ત્યાં જ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરૂવારે કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19નો બીજો તબક્કો તેની ચરમસીમા પર છે, તેમણે કહ્યું કે નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થશે.

કેજરીવાલે કહ્યું કે જુલાઇ 1 થી 17 ઓગસ્ટ સુધી કેસ નિયંત્રણમાં હતાં, અમને એ લાગ્યું કે  કેસ વધ્યા અને તે 17 સપ્ટેમ્બરનાં દિવસે વધીને 4500 નવા કેસ પહોંચી ગયા,અને તેમાં ઘટાડો થઇ રહ્યો છે, હવે  કોરોના વાયરસ દિલ્હીમાં તેની ચરમસીમા પર છે.

દિલ્હીમાં દરરોજ કોવિડ-19નાં સેમ્પલ ટેસ્ટ 20 હજારથી વધીને 60 હજારે પહોચ્યા છે, તેમણે કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે થઇ રહેલા પ્રયાસો માટે કેન્દ્ર સરકાર, એનજીઓ, અને દિલ્હીવાસીઓનો આભાર માન્યો.

ઓગસ્ટનાં અંતમાં દિલ્હીમાં કોરોનાનાં કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો, જો કે છેલ્લા 4 દિવસોમાં આ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, અને તે 4 હજાર જેટલા થયા છે, જે સંક્રમણનાં ઘટાડાનો સંકેત છે,

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.