દિલ્હીવાસીઓ માટે ગૂડ ન્યૂઝ, 2186 દર્દીઓ માંથી 611 એટલે કે 28 ટકા સાજા થયા

 

દેશભરમાં કોરોના કહેરથી વિવિધ રાજ્યોની સરકારો કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે દિલ્હીથી સારા સમાચારો મળ્યા છે.

બુધવાર સવારે સુધીમાં કુલ કેસ 2186 હતાં, તેમાંથી 611 એટલે કે 28 સાજા થઇ ચુક્યા છે. રાજ્યનાં આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને આ માહિતી આપી. હાલ 27 દર્દીઓ આઇસીયુ અને 5 વેન્ટીલેટર પર છે.

દિલ્હીમાં 4 દિવસથી દર્દીઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. હવે રાજ્યમાં રિકવર થવાનો આંક 3 ટકાથી વધીને 28 ટકા પર પહોંચ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 75 નવા કેસ નોંધાયા છે.

દિલ્હીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 611 થઇ છે. સાજા થયા છે, મંગળવારે અત્યાર સુધીમાં એક જ દિવસમાં 180 દર્દીઓ સાજા થયા છે. જા દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.