રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. દિકરીઓ હોય કે પછી મહિલા. સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારનો જમાનો એવો થઇ ગયો છે કે વિશ્વાસ કોની પર કરવો ? પિતા-પુત્રી અને ભાઇ બહેનના સંબંધઓને લજવતી ઘટનાઓ સામે આવે છે. નોકરીનું સ્થળ હોય કે પછી ઘરની ચાર દિવાલ. મહિલા- દિકરી સુરક્ષાને લઇને રોજબરોજ ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. અને ત્યારે સુરતમાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં 14 વર્ષની કિશોરી સાથે ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું.અને મહત્વની વાત તો એ છે કે આરોપીએ અંગતપળોના વીડિયો પણ બનાવ્યા હતા અને તેને આધારે તે કિશોરીને બ્લેકમેઇલ કરતો હતો. વળી આ વીડિયો તેણે અન્ય મિત્રોને પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને પગલે કિશોરી ઘરમાં મૂંઝાયેલી અને મોબાઇલમાં જ વ્યસ્ત રહેતી હતી. જો કે એકવાર કિશોરીના પિતા તેના મોબાઇલમાં બીભત્સ મેસેજ જોઇ ગયા એટલે ભાંડો ફૂટી ગયો. સમગ્ર ઘટનાને પગલે પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડિલિવરી બોય ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.