વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાયાનો આક્ષેપ,ડેમાઇના પરિવારે કર્યા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ

ડેમાઇના   પરિવારે હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાયાનો આક્ષેપ કર્યો છે. હોસ્પિટલ દ્વારા પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપતા ભાંડો ફૂટ્યો હતો.

આથી મૃતક મહિલાનો પરિવાર બાયડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આપને જણાવી દઈએ કે, બુધવારે કોવિડ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યું થયું હતું.

પંચાલ કમલેશ ભાઈ કહે છે કે, ગઈકાલે ડેમાઇથી અમે મારી માતાને  અહીં કોરોનાની સારવાર માટે લાવ્યા હતા. આજે ફોન આવ્યો કે, તમારી માતાનું મૃત્યુ થયુ છે અમે લેવા આવ્યા અમે અમારી મૃતદેહને સ્મશાને લઈ ગયા અને જોયુ તો તે મારી માતા નહતો પણ બીજી જ કોઈ વ્યક્તિ હતી.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.