નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાની માગ,જાણો અલ્પેશ કથિરીયાએ શુ કરી જાહેરાત???

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે જોડાયેલી બાબત રાજકીય રંગ લઈ રહી છે. સ્ટેડિયમનું નામ બદલવાની માગને લઇને પાટીદાર સમાજ એક મોટું આંદોલન કરવા જઈ રહ્યો છે અને પાટીદાર સમાજ સ્ટેડિયમનું નામ એકવાર ફરીથી બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવાની માગ કરી રહ્યો છે.

ખાસ વાત એ છે કે આ માગને એ ગ્રુપનું પણ સમર્થન મળ્યું છે જેણે 2015મા હાર્દિક પટેલની સાથે પાટીદાર આરક્ષણની માગ કરી હતી અને સમગ્ર ગુજરાતમાં જોરદાર આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલ આ મહિને કોંગ્રેસમાંથી BJPમાં જોડાઈ ચૂક્યો છે અને અહીં તમને જણાવી દઈએ કે 2015મા પાટીદાર અનામત આંદોલન સમિતિએ પાટીદારોને અનામત અપાવવા માટે મોટું આંદોલન કર્યું હતું. હાર્દિક પટેલ આંદોલનનો આગેવાન હતો.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવા માટે એક વાર ફરી દરેક પાટીદાર નેતા અને સંગઠન એકજૂથ થઇ ગયા છે તેમજ આ માગને પૂરી કરવા માટે એક સંગઠન બનાવવામાં આવ્યું છે, જેનું નામ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રાખવામાં આવ્યું છે, અને આ માગને પૂરી કરવા માટે કરવામાં આવી રહેલા પ્રદર્શનને સરદાર સન્માન સંકલ્પ યાત્રા નામ આપવામાં આવ્યું છે.

રવિવારે સુરતના બારડોલી ખાતે આવેલા સ્વરાજ આશ્રમમાંથી અમદાવાદ માટે આ યાત્રા શરૂ કરવામાં આવશે અને સોમવારે સાંજે પ્રદર્શનકારીઓનો આ સમૂહ અમદાવાદ પહોંચશે અને ગેટ નંબર 1 પાસે પ્રદર્શન કરશે. ગુજરાતમાં ચૂંટણીની મોસમમાં પાટીદારોની આ યાત્રા સરકાર અને પ્રશાસન માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. આ યાત્રાને જોતા ગુજરાત પોલીસ હાઇએલર્ટ પર છે. 12 જૂને સરદાર સન્માન સંકલ્પ યાત્રા નીકળશે.

ખાસ વાત એ છે કે વિરોધ સંપૂર્ણપણે બીનરાજકીય હશે. વિરોધ પ્રદર્શનમાં કોઈપણ રાજનૈતિક બેનર કે પાર્ટીના નેતાઓને અનુમતિ આપવામાં નહીં આવે.અને સમગ્ર ગુજરાતથી પાટીદારોને આ આંદોલનમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે.

આ મુહિમ માટે આંદોલન કરી રહેલા પાટીદાર નેતા અતુલ પટેલે કહ્યું કે, આ સરકાર જો નામ નહીં બદલે તો અમે અમારો વિરોધ વધુ ઉગ્ર બનાવીશું. સરકારની આ તાનાશાહી છે. ચૂંટણી દરમિયાન તેમણે સરદાર પટેલની વિશાળ પ્રતિમા બનાવી અને ચૂંટણી બાદ સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું. અમે આની અનુમતિ નહીં આપીએ.અને સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના નામનો દુરુપયોગ કરી રહી છે. હવે સમય આવી ગયો છે કે સરદાર પટેલની પ્રતિષ્ઠા પરત આપવામાં આવે, આ માટે અમારુ સૂત્ર છે કે ‘સરદાર કા કર્જ ચુકાના હે, સન્માન વાપસ દિલાના હે’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.