ગૌહત્યા અટકાવવા અને ગૌરક્ષણ માટે તેની વિવિધ માંગણીઓને લઈ માલધારીઓએ આંદોલન શરૂ કર્યું છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ત્રણ યુવાનો છેલ્લા દસ દિવસથી ધરણા પર બેઠા છે. તો બીજી બાજુ દિલ્હીમાં જંતર-મંતર ખાતે છેલ્લા નવ માસથી એક માલધારી ધરણાં પર બેસી ને ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગણી સાથે લડી રહ્યા છે.
https://www.youtube.com/watch?v=glUFBm2asXc
આ અંગે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રીને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ અંગે ધર્મ રક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિના આગેવાન કેવલ ભાઈ ભીંભાના જણાવ્યા મુજબ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા દશેક દિવસથી તરુણ આહિર , રાહુલ આહીર અને વસંત રબારી ધરણા પર બેઠા છે. દિલ્હીમાં છેલ્લા નવ માસથી જંતર-મંતર ખાતે આહીર અર્જુનભાઈ આંબલીયા ધરણા કરી રહ્યા છે.
સરકાર સમક્ષ માગણી છે કે, ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપો ભારતભરમાં ગાય અને ગૌવંશની હત્યા સંપૂર્ણ બંધ કરાવો. બિનવારસી ગૌધનની વ્યવસ્થા કરો. શહેરમાં વસતા માલધારીઓ માટે ગૌચરની જમીન દબાણમુક્ત કરાવો. માલધારીઓને શહેરની આજુબાજુ વિસ્તારમાં ગૌધન સાથે રહેવાની વ્યવસ્થા કરી આપો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.