ડીઇઓ કચેરી સમક્ષ વિરોધ પ્રદર્શનઃ ઓનલાઇન શિક્ષણના નામે સ્કૂલો વાલીઓ પાસે તગડી ફીની માંગણી કરી રહી છે

વિદ્યાર્થીઓ બ્લેક બોર્ડ પર સમજી શકતા નથી તો ઓનલાઈન શું ભણશે અને શું સમજશે

ઓનલાઈન શિક્ષણ મુદ્દે સુરતમાં વિરોધ

શાળા શરૃ હોય તે દરમિયાન બ્લેક બોર્ડ પર બાળકોને ભણાવવામાં આવે છે. આમ છતાં પણ બાળક સમજી શકતું ન હોય તો ઓનલાઇનમાં બાળક શું ભણશે અને શું સમજશે કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ શરૃ થયો છે તે બાળકોના ભવિષ્યના હિતમાં તાત્કાલિક બંધ  કરવાની માંગ ઉઠી છે.

જિલ્લા શિક્ષાધિકારીની કચેરી ખાતે આજે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ડીઇઓને રજૂઆત કરાઇ હતી કેધંધા-રોજગાર પડી ભાંગ્યા હોવાથી વાલીઓ ગત સત્રની ફરી ભરી શક્યા નથી. ત્યારે ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પર વધારોના આર્થિક બોજ શાળાઓ દ્વારા નાંખી દેવાયો છે. ત્રણ-ચાર દિવસથી વાલીઓ ફરિયાદો કરી રહ્યા છે કેસ્કૂલના સંચાલકો ઓનલાઇન

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.