ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ સરલ પેન્શન યોજના શરૂ કરી છે. આ એક નોન-લિંક્ડ સિંગલ પ્રીમિયમ સ્કીમ છે. આ પ્લાન હેઠળ પોલિસીધારકે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ પછી, પોલિસીધારકને આખી જીંદગી માટે પેન્શન મળે છે.
આ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI ની માર્ગદર્શિકા અનુસાર Immediate Annuity plan છે. LICએ આ પોલિસી વિશે જણાવ્યું છે કે આ પ્લાનમાં તમામ જીવન વીમા કંપનીઓ માટે સમાન નિયમો અને શરતો છે. LIC ની આ યોજના હેઠળ, પોલિસીધારક બે ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈપણ એક એન્યુટી પસંદ કરી શકે છે.અને આ યોજનામાં, પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના પછી લોન પણ મળી શકે છે.
LIC સરળ પેન્શન પ્લાન પસંદ કરવા માટે બે વિકલ્પો છે. પ્રથમ, Life Annuity With 100 return of purchase price. આ પેન્શન સિંગલ લાઇફ માટે છે, એટલે કે પેન્શન પતિ કે પત્નીમાંથી કોઈ એક સાથે જોડાયેલ હશે, જ્યાં સુધી પેન્શનર જીવિત છે, ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી પોલિસી લેવા માટે ચૂકવવામાં આવેલ બેઝ પ્રીમિયમ તેમના નોમિનીને પરત કરવામાં આવશે.
બીજો વિકલ્પ Joint Life માટે આપવામાં આવ્યો છે. આમાં પેન્શન પતિ-પત્ની બંને સાથે જોડાયેલું છે. આમાં, પતિ કે પત્ની, જે અંત સુધી જીવિત રહે છે, તેને પેન્શન મળતું રહે છે. જેટલું પેન્શન એક વ્યક્તિના જીવતા મળશે, એટલું જ પેન્શન એકના મૃત્યુ પછી જીવનભર અન્ય જીવનસાથીને મળતું રહેશે. જ્યારે બીજું પેન્શનર પણ દુનિયા છોડી દે છે, ત્યારે નોમિનીને તે મૂળ રકમ આપી દેવામાં આવે છે અને જે પોલિસી લેતી વખતે ચૂકવવામાં આવી હતી.
LICની આ યોજના ઈમીડિએટ એન્યુટી પ્લાન છે. મતલબ કે પોલિસી લેતાની સાથે જ પેન્શન શરૂ થઈ જશે. પેન્શનર પાસે વિકલ્પ છે કે તે દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક પેન્શન લેશે અથવા વર્ષમાં એકવાર લેશે.અને જે પણ વિકલ્પ પસંદ કરવામાં આવશે, તે રીતે પેન્શન શરૂ થઈ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.