દેશમાં 13.5 કરોડ લોકો થશે બેકાર અને 12 કરોડ બનશે ગરીબ: રિપોર્ટ

કોરોના વાયરસ રોગચાળો અર્થતંત્ર માટે ઘાતક સાબિત થયો છે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનાં કારણે ભારતમાં 13.5 કરોડ લોકોનો રોજગાર છિનવાઇ શકે છે, તો 12 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવી જશે, તે ઉપરાંત આવક,ખર્ચ, પર પણ તેની વિપરીત અસર થશે.

ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ આર્થર ડિ લિટિલની રિપોર્ટ મુજબ કોરોના વાયરસની સૌથી ખરાબ અસર ભારતનાં સૌથી નબળા લોકો પર તેની ખરાબ અસર પડશે. અને જીડીપીમાં પણ તેજ ઘટાડો થશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે  કે  કોવિડ-19નાં કેસ સતત વધતા જોઇને અમારૂ અનુમાન છે કે ભારતનાં મામલે W શેપ રિકવરી થશે, જે કારણે નાણાકિય વર્ષ 2020-21માં જીડીપીમાં 10.8 ટકાનું સંકોચન થશે, અને 2021-22માં જીડીપી ગ્રોથ  0.8 ટકા રહેશે.

ભારતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા 90 હજારને પાર પહોચી ગઇ છે, અને દેશમાં અત્યાર સુધી  2,800 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

દેશમાં બેકારી દર 7.6થી વધીને 35 ટકા પર આવી શકે છે, તેનાથી  13.6  કરોડ લોકોનો રોજગાર છિનવાઇ શકે છે, અને 17.4 કરોડ લોકો બેકાર થશે.

લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનાં અભિયાનને ઝટકો લાગશે, અને લગભગ 12 કરોડ લોકો ગરીબ થઇ જશે, જ્યારે 4 કરોડ લોકો અત્યંત ગરીબ બનશે.

આર્થર ડી લિટિલનાં ઇન્ડિયા અને સાઉથ એશિયા મેનેજીંગ પાર્ટનર અને સીઇઓ બાર્નિક ચિતરન મિત્રાએ કહ્યું નાણાકિય વર્ષ 21માં અંદાજીત 10.8 ટકા સંકુચન સાથે ભારત W શેપ રિકવરી સાથે વધી રહ્યો છે, ભારતનાં 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.