દેશમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 7 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે અને 175 લોકોના મોત થઈ ચૂકી છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રિપોર્ટ અનુસાર, હવે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 65 હજાર 799 થઈ ગઈ છે.
કોરોનાની ચપેટમાં આવીને અત્યાર સુધી 4 હજાર 706 લોકો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે સાજા થનારા આંકડા વધી ગયા છે. ગત 24 કલાકમાં લગભગ 4 હજાર લોકો સાજા થયા છે. અત્યાર સુધી સાજા થનારાની સંખ્યા 71 હજાર 106 થઈ ગઈ છે. હવે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા લગભગ 90 હજાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.