– ભારતમાં કુલ કેસ 10.36 લાખ, મૃત્યુઆંક 26,234
– દેશમાં 31.6 લાખથી વધુ લોકો ક્વોરન્ટાઈન, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યા : 6.50 લાખથી વધુ દર્દી સાજા થયા
ભારતમાં કોરોનાની સિૃથતિ દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ સરેરાશ 30,000થી 35,000ના દરે વધી રહ્યા છે. આવા સમયે દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે અંદાજે 31.6 લાખથી વધુ લોકો ક્વોરન્ટાઈન થયા છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 36,059 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 681નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10,36,261 થઈ ગઈ છે, જેમાંથી 6,50,480 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 26,234 થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.
દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કોરોનાના દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવે છે. દેશમાં હાલ 31.6 લાખથી વધુ લોકો ક્વોરન્ટાઈન છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. ત્યાર પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. સત્તાવાર આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં 11 લાખથી વધુ લોકોને જ્યારે મહારાષ્ટ્રમાં 7.27 લાખ, ગુજરાતમાં 3.25 લાખ અને ઓડિશામાં 2.4 લાખ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અિધકારીઓએ જણાવ્યું હતું કે, કોરોનાના શંકાસ્પદ દર્દીઓ, અસીમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણ ધરાવતા લોકો તેમજ કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને આસામ જેવા કેટલાક રાજ્યોએ આવા લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાની મંજૂરી નથી આપી. તેમણે ફરજિયાતપણે કોરોના સેન્ટરમાં જ ક્વોરન્ટાઈન થવું પડે છે.
દિલ્હીમાં કોરોનાના હળવા લક્ષણ હોય અને અસીમ્પ્ટોમેટિકને હોમ ક્વોરન્ટાઈનની મંજૂરી અપાઈ છે અને ટેલિફોન આૃથવા વીડિયો કોલ મારફત સતત તેમના પર નિરિક્ષણ રાખવામાં આવે છે.
ગૃહમંત્રાલયના અિધકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી, કેરળ, રાજસૃથાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાનો પ્રસાર નિયંત્રણમાં આવ્યો હોવાના સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. જોકે, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં સિૃથતિ ચિંતાજનક છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના સૌથી વધુ 2.92 લાખ કેસ થયા છે જ્યારે તમિલનાડુમાં કુલ કેસનો આંકડો 1.60 લાખ તથા દિલ્હીમાં 1.20 લાખથી વધુ થયો છે. જોકે, ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સિૃથરતાપૂર્વક ઘટાડો જોવા મળ્યો હોવાનો સ્વાસ્થ્ય મંત્રાલયના અિધકારીઓએ દાવો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે કોરોનાના 85 ટકા જેટલા કેસ માત્ર 10 રાજ્યોમાં જોવા મળ્યા છે. વિશ્વમાં હાલ કોરોનાનો રિકવરી રેટ ભારતમાં સૌથી વધુ છે. દેશમાં 10 લાખથી વધુ કોરોનાના દર્દીમાંથી 6.50 લાખથી વધુ દર્દી સાજા થયા છે, જે દર્શાવે છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 62.77 ટકા છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના 17,000થી વધુ દર્દીઓ સાજા થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.