દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બનેલા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, અને શનિવાર સુંધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 7400ને પાર થઇ છે, છેલ્લા 24 કલાકમાં 40 લોકોનાં મોત થવાથી મૃત્યુંઆંક પણ 239 સુંધી પહોંચી ગયો છે.
આ દરમિયાન કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે દેશમાં હોટ સ્પોટ સીલ મોડેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને તે ઘણું સફળ પણ છે.
દેશમાં ત્રણ રાજ્યોમાં એક-એક હોટસ્પોટ કોરોના મુક્ત થઇ ગયા છે.રાજસ્થાનમાં ભીલવાડા, મહારાષ્ટ્રનાં સાંગલીમાં આવેલું ઇસ્લામપુરા અને દિલ્હીનું પહેલું હોટસ્પોટ દિલશાદ ગાર્ડન કોરોનાથી મુકત થઇ ગયા છે.
રાજસ્થાનનું ભીલવાડા એક મોડેલ બન્યું
માર્ચમાં રાજસ્થાનના ભિલવાડામાં કોરોના દર્દીઓની સંખ્યા અચાનક ઝડપથી વધી. અહીં 27 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. પરંતુ હવે અહીં એક પણ કોરોના દર્દી નથી.
ભિલવાડાએ જે રીતે કોરોના પર જીતી મેળવી તેની ચર્ચા દેશ-વિદેશમાં થઇ રહી છે. માર્ચના ત્રીજા અઠવાડિયામાં, 27 કોરોના દર્દીઓ અહીં મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.