દેશના 6 એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી હાથોમાં, કેબિનેટમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઈ. કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી વિસ્તારથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સમાં આપી. દેશના વધુ 6 એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ પ્લેયરને આપવામાં આવ્યુ છે. આ સાથે જ નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (એનઆરએ) ને આધિન પદો માટે સીઈટી ( કૉમન એલિજબિલિટિ કમ એન્ટ્રસ ટેસ્ટ) આયોજિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. આ બધુ સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (એનઆરએ) હવે કૉમન એલિજબિલિટી ટેસ્ટ લેશે. આનાથી યુવાઓને લાભ મળશે.

પ્રકાશ જાવડેકરે કહ્યુ કે દેશમાં લગભગ 20 રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ તમામ સમાપ્ત કરતા સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી હવે કૉમન એલિજબિલિટી ટેસ્ટ લેશે. આનો ફાયદો કરોડો યુવાઓને થશે. જે નોકરી માટે અરજી કરે છે.

પ્રકાશ જાવડેકરે કહ્યુ કે યુવાઓની આ માગ વર્ષોથી હતી પરંતુ અત્યાર સુધી આ વિશે નિર્ણય લીધો નહોતો. આ એક નિર્ણયથી યુવાઓની તકલીફ પણ દૂર હશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ વધવાનો અવસર મળશે.

બેઠકમાં લેવાયેલા વધુ એક નિર્ણયની જાણકારી આપતા પ્રકાશ જાવડેકરે કહ્યુ કે કેબિનેટે એક કરોડ શેરડી ખેડૂતો માટે પણ નિર્ણય લીધો છે. સરકારે લાભકારી મૂલ્ય વધારી દીધુ છે. અત્યાર 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી થઈ. આ 10 ટકા રિક્વરીના આધાર પર છે. જો 11 ટકા રિકવરી થાય છે તો 28 રૂપિયા 50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારે મળશે. આનાથી એક કરોડ ખેડૂતોને ફાયદો થશે.

એરપોર્ટને લઈને પણ લેવામાં આવ્યા નિર્ણય

પ્રકાશ જાવડેકરે કહ્યુ કે એરપોર્ટ્સ માટે 1 હજાર 70 કરોડ આપવાનો નિર્ણય લેવાયો છે. આ રૂપિયા એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા નાના શહેરોમાં એરપોર્ટનો વિકાસ કરવાના ઉપયોગમાં લાવશે. આનાથી મુસાફરોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યુ કે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા એરપોર્ટને સમગ્ર રીતે પ્રાઈવેટ કંપનીને આપશે નહીં. 50 વર્ષ સુધી ચાલ્યા બાદ તેઓ એરપોર્ટ ફરીથી એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાને પાછા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.