દેશમાં 7 કરોડ નોકરીઓ ઉપર જોખમ લોકડાઉનમાં દર ચોથો વ્યક્તિ બેરોજગાર

કોરોના સંકટને કારણે દેશમાં બેરોજગારી વધી રહી છે. બીજી તરફ નોકરીઓ ઉપર જોખમ વધી રહ્યું છે. દેશના મહત્ત્વના સેક્ટરોમાં ૭ નોકરીઓ ઓછી થઇ જશે. એકલા ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જ ૩.૮ કરોડ લોકોની નોકરી પર જોખમ વધી રહ્યું છે. ટેલિકોમ સેક્ટરમાં ૭૦ હજારથી વધુ નોકરીઓ ગઇ છે.

ટેલિકોમ સેક્ટરમાં ૨૦ લાખ લોકો નોકરી કરે છે. કોરોનાને કારણે અર્થવ્યવસ્થા ઉપર એવો માર પડી રહ્યો છે કે દેશમાં ૪૦ ટકા લોકોએ પગારમાં કાપ સહન કરવો પડશે. એક સર્વેમાં મળેલા તારણ મુજબ ૧૫ ટકા લોકો નોકરી ગુમાવશે. આ સર્વેમાં સામેલ ૧૫ ટકા લોકોએ કહ્યું કે, તેમના પગારમાં ૨૫ ટકા સુધીનો કાપ આવી શકે છે.

દેશમાં લોકડાઉનને કારણે રોજગાર ઘટી રહ્યા છે. ગયા અઠવાડિયે ગામડાઓમાં બેરોજગારીના દરમાં ૨ ટકાનો વધારો થયો હતો. પ્રાઇવેટ રિસર્ચ ગ્રૂપ સેન્ટર ફેર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના મતે ગ્રામીણ ભારતમાં બેરોજગારીનો દર ૨૫.૯૦ ટકા થઇ ગયો છે, જે ગયા અઠવાડિયે ૨૨.૭૯ ટકા હતો. દરમિયાન શહેરોમાં બેરોજગારીનો દર ઘટયો છે. આ પહેલાં ૨૬.૯૫ ટકાથી તે ઘટીને હવે ૨૨.૭૨ ટકાએ પહોંચી ગયો છે.

આમ છતાં રાષ્ટ્રીય સ્તરે બેરોજગારીના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. ગયા અઠવાડિયે બેરોજગારીનો સરેરાશ દર રાષ્ટ્રીય સ્તરે ૨૪.૦૧ ટકા હતો, જે હવે વધીને ૨૪.૩૪ ટકા થયો છે. દેશમાં લગભગ દર ચોથી વ્યક્તિ બેરોજગાર છે. ગામડાઓમાં બેરોજગારી વધવાનું કારણ એ પણ છે કે હાલમાં શહેરોમાંથી ઘણા શ્રમિકોએ વતનમાં સ્થળાંતર કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.