દેશના 8000 સ્થળોની માટીનો ઉપયોગ રામ મંદિરના ભૂમી પૂજનમાં, જાણો શું છે કારણ

અયોધ્યામાં 5 ઓગસ્ટે ભૂમિ પૂજન સાથે રામ મંદિરનુ નિર્માણ શરુ થશે.

ભૂમિ પૂજન માટે સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, દેશભરના 8000 સ્થળોની માટીનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવશે. આ માટે દેશભરમાંથી માટી આવવાની શરુ પણ થઈ ગઈ છે.

રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલનુ કહેવુ છે કે, દેશમાંથી અયોધ્યા પહોંચી રહેલી માટી અને જળ કેટલી જગ્યાએથી આવી રહ્યુ છે તેનો ચોક્કસ આંકડો મળ્યો નથી પણ અમારો અંદાજ છે કે, 8000 જેટલી જગ્યાએથી માટી અને જળ પૂજન માટે અયોધ્યા આવશે. અત્યારે અમારા અંદાજ પ્રમાણે 3000 જેટલી જગ્યાએથી માટી અને જળ આવી પહોંચ્યુ છે.

તેમના મતે દેશમાં રાષ્ટ્રીય એકતાને અને સામાજિક સદભાવને મજબૂત કરવાનુ આ ઉદાહરણ છે. જેમ કે ઝારખંડમાં સરના નામની જગ્યા આદિવાસી સમાજનુ મહત્વનૂ પૂજા સ્થળ છે. ત્યાં અમે માટી એકત્રિત કરવા ગયા તો સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે ખુશી જોવા મળી હતી.

વિહિપના નેતા મિલિંદ પરાડેનુ કહેવુ છે કે, ભગવાના રામે પોતાના જીવનથી સામાજીક સમરતાનો સંદેશ આપ્યો હતો. માટે જ તેમના મંદિરના નિર્માણ માટે દેશભરની માટીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. દેશના તમામ પવિત્ર સ્થળોની માટી અને પાણી એકઠુ કરાઈ રહ્યુ છે. મંદિરોની પવિત્ર માટી પણ મંગાવાઈ રહી છે. નદીઓ અને જળાશયોનુ પાણી પણ અયોધ્યા પહોંચી રહ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.