બાળ લગ્નોની સૌથી વધુ ઘટનાઓ બિહાર, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં જોવા મળે છે, આ રાજ્યોમાં 40 ટકાથી વધુ મહિવાઓનાં લગ્નો 18થી ઓછી ઉંમરમાં થાય છે, રાષ્ટ્રિય પરિવાર આરોગ્ય સર્વેક્ષણનો તાજેતરનાં સર્વેમાં આ ખુલાસો થયો છે, સર્વેમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
NFHS સર્વે-5 નાં સમયે આંધ્ર પ્રદેશ (12.6 ટકા),આસામ (11.7 ટકા), બિહાર(11 ટકા), ત્રિપુરા (21.9 ટકા), પશ્ચિમ બંગાળ (16.4 ટકા)માં 15 વર્ષથી 19 વર્ષની વય વર્ગમાં સૌથી વધું સંખ્યામાં મહિલાઓ ક્યા તો મા બની ગઇ અથવા તો ગર્ભવતી હતી, NFHS-5 સર્વે હેઠળનો સર્વે 6.1 લાખ ઘરોમાં થયો, જેમાં વસ્તી, આરોગ્ય, પરિવાર નિયોજન અને પોષણ સંબંધિત કારકો પર માહિતી એકત્રિત કરવામાં આવી છે.
બિહાર (40.8 ટકા) ત્રિપુરા (40.1 ટકા) અને પશ્ચિમ બંગાળ (41.6 ટકા) તે રાજ્યોમાં આવે છે, જ્યા 20થી 24 વર્ષની મહિલાઓમાંથી મોટાભાગના સ્ત્રીઓનાં લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા, લગ્ન માટે 18 વર્ષ એ કાયદેસરની વય છે, સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે આસામમાં 20થી 24 વર્ષની વય વર્ગની મહિલાઓમાંથી 31.8 ટકાનાં લગ્ન 18 વર્ષથી ઓછી ઉઁમરમાં થયા, આંધ્રપ્રદેશમાં એવી મહિલાઓની સંખ્યા 29.3 ટકા, ગુજરાતમાં 21.8 ટકા કર્ણાટકમાં 21.3 ટકા અને મહારાષ્ટ્રમાં 21.9 ટકા તેલંગાણામાં 23.5 ટકા અને દાદરા અને નગર હવેલી તથા દીવ અને દમણમાં એવી મહિલાએની સંખ્યા 26.9 ટકા છે.
જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વે કર્યો જ્યાં લગ્નની વય 21 વર્ષથી પહેલા પુરૂષોનાં લગ્નની સંખ્યા, મહિલાઓની તુલનામાં ઘણી ઓછી છે, આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં NFHSનાં પરિણામોનાં પહેલા તબક્કા હેઠળ જારી કરી દીધી છે અને બીજા ચરણમાં જે રાજ્યોમાં સર્વે થઇ રહ્યો છે અને તેનું પરિણામ આગામી વર્ષે જારી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.