– ભારત 9,137 મૃત્યુઆંક સાથે વિશ્વમાં 9મા ક્રમે, કુલ કેસ 3.10 લાખને પાર
– કોરોનાના કેસ વધવાની સાથે દર્દીઓના સાજા થવાનો દર પણ વધીને 51.50 ટકા : રિકવરી રેટમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે
ભારતના અનેક ભાગોમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે, માત્ર સરકાર કબૂલ નથી કરતી : નિષ્ણાંત
દેશમાં શનિવારે કોરોનાનો કુલ મૃત્યુઆંક 9,000થી વધુ થતાં મોતના સંદર્ભમાં ભારત વિશ્વમાં 9મા ક્રમે પહોંચી ગયો છે. ભારત કોરોનાના કેસના સંદર્ભમાં 3.10 લાખથી વધુ કેસ સાથે અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા ક્રમે છે.
દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું હોવાના સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોના દાવાઓ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક પહેલાં શનિવારે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મહામારીનો સામનો કરવા માટે લેવાઈ રહેલાં પગલાંની સમિક્ષા કરી હતી.
પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં એક જ દિવસમાં વિક્રમી સૌથી વધુ 12,576 કેસ નોંધાયા હતા તેમજ 394 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,10,958 થઈ હતી જ્યારે મૃત્યુઆંક 9,137 થયો હતો.
અત્યાર સુધીમાં દેશમાં 1,60,151 દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. પરિણઆમે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1.50 લાખ છે, જે દર્શાવે છે કે દેશમાં કોરોનાનો રીકવરી રેટ સુધરીને 51.50 ટકા થયો છે.
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો અટકાવવા વરિષ્ઠ મંત્રીઓ અને અિધકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. દિલ્હીમાં કોરોના મહામારીની સિૃથતિ ગંભીર બની રહી હોવાથી ગૃહમંત્રી અમિત શાહ, લેફ્ટનન્ટ જનરલ અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન રવિવારે એક ઉચ્ચ સ્તરી બેઠક યોજશે.
દિલ્હીમાં કોરોના મહામારીની સિૃથતિ કથળી રહી હોવાથી દિલ્હી હાઈકોર્ટે પણ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ના દર્દીઓ માટે પથારી અને વેન્ટીલેટર્સની સંખ્યા વધારવા તેમજ ટેસ્ટ વધારવા માટે નિર્દેશો આપ્યા હતા. બીજીબાજુ દિલ્હી સરકારે કોરોનાના ટેસ્ટ વધારવા માટે આઈસીએમઆરને તેની માર્ગદર્શિકા બદલવા જણાવ્યું હતું.
ભારતમાં કોરોના વાઈરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસમાં અસાધારણ ઊછાળો આવ્યો છે તેવા સમયે સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ શનિવારે આઈસીએમઆરનો સેરો-સરવેના સંશોધનોને ફગાવી દેતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના અનેક ભાગોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. આઈસીએમઆરે સેરો-સરવેના ના આધારે દાવો કર્યો હતો કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી.
જોકે, આ સરવે અંગે નિષ્ણાતોએ કહ્યું હતું કે તે દેશની વર્તમાન સિૃથતિ દર્શાવતો નથી. સરકાર જાણે છે કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે, પરંતુ તે સત્ય સ્વીકારી નથી રહી. મોદીની સમિક્ષા બેઠકમાં એવું નિરિક્ષણ કરાયું હતું કે મોટા શહેરોમાં કોરોનાના અસાધારણ વધારા સાથે દેશમાં કોરોનાના કુલ કેસમાંથી બે તૃતિયાંશ કેસ પાંચ રાજ્યોમાં નોંધાયા છે. મોટા શહેરોમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નઈ, સુરત, પૂણે, ઈન્દોર અને કોલકાતાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.